
ભુજ,આગામી તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉષ) તથા આમારા ગામ નજીક કરોલપીરનો મેળો (ઉષ) યોજાનારો છે. આ મેળા દરમિયાન જિલ્લા બહારથી શ્રદ્રાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે આવે છે. આ વિસ્તારમાં અલગ અલગ કંપનીના ભારે માલવાહક વાહનો સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. મેળા દરમિયાન પદયાત્રીઓને માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે.શ્રી આનંદટે
લ, જિલ્લા મેજિસ્ટ્રેટ,કચ્છ ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી હાજીપીર ફાટકથી આર્ચિયન કેમીકલ પ્રા.લી.કંપની, સત્યેશ કંપની તથા નિલકંઠ કંપની તેમજ ધોરડોથી નિલકંઠ કંપની સુધી ભારે વાહનો પરિવહન કરી શકશે નહીં.આ જાહેરનામામાંથી પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તે વાહનોને મુક્તિ આપવામાં આવશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામામાં હુકમ કરાયો છે.